ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોમાં નવી લહેર યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતાં સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચની આસપાસ મળી આવ્યા હતા. ત્યાર બાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યા છે.જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 થઈ ગયા છે. કોરોના સંક્રમણના ફેલાવા પાછળ ચૂંટણીમાં બેફામ થઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર, કાર્યકરોએ સર્જેલાં ટોળાં અને સાથે સાથે લગ્ન સહિતના સમારંભોમાં કોરોનની ગાઇડલાઇન નું પાલન ના થવાથી બેદરકાર બનીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં કેસમાં વધારો થયો છે. સુરતમાં જોવા મળતા નવા સ્ટ્રેનના દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જોવા મળતાં નથી. શરીરના દુખાવા સાથે દર્દીઓ એડમિટ થતા હોવાનું જણાવતાં નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે કહ્યું કે, કેટલાકમાં શ્વાસની પણ સમસ્યા ઉભી થઈ રહી છે.પહેલાના વાઈરસ કરતા આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે.અને એટલા માટે આ વાઇરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાઇરસ મ્યુટેશન થયા પછી પણ તેનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ તેની CT વેલ્યુ ઓછી આવે છે. વાઇરસ એટલો ઘાતક નથી પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યારસુધી આ વાઇરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. જેથી કમિશનરે લોકોેને આ વાઇરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.