કેશોદ પ્રેસ કલબ દ્વારા ત્રણ માસના બિમાર બાળક માટે ફંડ એકત્ર કર્યું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ૧ ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા નથી તેથી ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે .ત્યારે કેશોદ પ્રેસ કલબનાં તમામ હોદ્દેદારોએ ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભા વાહનચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપિલ કરી હતી. જેમાં સેવાભાવીઓએ અન્ય પત્રકાર મિત્રોએ પણ મદદકહેવાય છે કે સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવંત છે. ત્યારે બિમાર ધૈર્ય માટે ફંડ એકત્ર કરવામાં શહેરીજનો વાહનચાલકો રાહદારીઓએ તન મન ધનથી સાથ સહકાર આપી માનવતા મહેકાવી હતી. કરી હતી.કેશોદ પ્રેસ કલબ દ્વારા ૬૬૬૬૬ નું અનુદાન એકત્ર કરવામાં આવ્યુ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *