જીતુ પરમાર માંગરોળ
માંગરોળ ખાતે આજે ભાજપના ચુંટાયેલા તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ મુરીબેન જેઠાભાઇ ચુડાસમાએ સપથ લીધા હતા.જયારે ઉપ પ્રમુખ તરીકે ચુંટાયેલા ઓનશા બાપુશા રફાઇએ પણ આજે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકેના શપથ લીધા હતા.માંગરોળમાં 1995 પછી આજે ફરીવાર ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે શપથ લેવાતા ભાજપના પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા દ્વારા પેંડા ખવડાવી ને મોં મીઠા કરાવી પ્રમુખ અને ઉપપ્રમુખને પોતાના હોદાની સીટ ઉપર બેસાડી ભાજપ દ્વારા વિજય ની ખુશી વ્યક્ત કરી હતી.