રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ
હાલમાં માં જ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 માટે સીધી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે .જેમાં અનુસૂચિત જાતિની સંવીધાનીક બેઠકો અંગે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે .તેથી તત્કાલિક અટકાવવા માંગરોળ ખાતે મામલતદાર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.જેમાં ભરતી પ્રક્રિયામાં અનામત બેઠકો વધુ હોવી જોઈએ તેની જગ્યાએ માત્ર 1 અને 2 બેઠકો આપવામાં આવી છે.જેથી માંગરોળ ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આજ રોજ મામલતદાર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવી અનુસૂચિત જાતિ યુવાનો યુવતીઓ ને થયેલ અન્યાય અટકાવવા માંગણી કરી હતી. અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત ભરમાં લોકતાંત્રિક ઢબે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.