શહેરા તાલુકાના ધમાઈ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

Panchmahal
રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

શહેરાના ધમાઈ  ગામની ગ્રામ પંચાયત કચેરી ચાર વર્ષ થી  જર્જરિત હાલતમાં  છે. અવાર નવાર  છતમાથી  પોપડા પણ ખરી પડે છે. જેને લઈને  કચેરી ખાતે કામઅર્થે આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ પંચાયત ઘર નવીન બનાવામા આવે તે માટે સરપંચ સહિતનાઓ એ  તાલુકા પંચાયત કચેરી તેમજ  તેને સબંધિત તંત્ર ને અનેક રજૂઆત  કરાઈ છે..શહેરા તાલુકા ના ધમાઈ ગામ ની ગ્રામ પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી ચાર વર્ષ થી જર્જરિત હાલતમા છે. પંચાયત ઘર નવીન બને તે માટે  તલાટી અને ગામના અગ્રણીઓ એ તાલુકા પંચાયત કચેરી  એ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે ગામ ના અગ્રણીઓ એ ધારાસભ્ય ને પણ ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે રજૂઆત કરી હતી.ગ્રામ પંચાયત મકાનના છત ના ભાગ પર પ્લાસ્ટર નીકળી જતા કટાઈ ગયેલા સળીયા દેખાઈ  રહયા છે. તેના કારણે સ્લેબ વધુ જોખમી બની રહયો છે.  છત પરથી અવાર નવાર પોપડા પણ પડી રહયા છે.ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી  સહિત નો સ્ટાફ હાલ ભય ના ઓથાર તળે તેમની ફરજ નિભાવી રહયા છે .પંચાયત ઘર જર્જરિત હાલતમા હોવા સાથે  છત નો સ્લેબ પણ જોખમી બનતો જઇ રહયો છે. છતાં તાલુકા પંચાયત સહિતની સબંધિત કચેરી એ અનેક રજૂઆત કરવા છતા તેમનુ પેટ નુ પાણી હલતુ નથી. તલાટીને બીજુ મકાન ના હોવાથી ના છૂટકે  પંચાયત ઘર ખાતે બેસી ને ગામના અરજદારો ની કામગીરી કરી રહયા છે પંચાયત ઘર ખાતે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે? આ જેંજરીત ગ્રામ પંચાયત કચેરી ના મકાન ને તોડી પાડી ને નવું મકાન બનાવવા માટે તાલુકા પંચાયત સહિત ની કચેરી દ્વારા વહેલામા વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ  કદમ ઉઠાવવામા આવે તે અત્યંત આવશ્યક છે .કચેરી ના છત પરથી પાણી પણ ટપકતુ હોય છે તેના કારણે જરૂરી દસ્તાવેજો પલળી  જવાની ભીતિ રહે છે જ્યારે ગ્રામ  પંચાયત ખાતે કામઅર્થે આવતા લોકો ને પણ આના કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે અહી કોઈ અણ બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથધરે તેવી ગ્રામજનો માથી માંગ ઉઠી છે.ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હોવાથી તાલુકા પંચાયત કચેરી ખાતે અમે રજૂઆત કરી છે.કાટ ખાઈ ગયેલા સળિયા પણ છત ની  બાર દેખાઈ રહયા છે.બીજી જગ્યા બેસવા માટે ના હોવાથી ના છૂટકે અહી બેસી ને કામ કરવું પડે છે. અમુક વખતે કામ કરી રહ્યા હોય ત્યારે છત પરથી પોપડા પણ પડતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *