મુખ્યમંત્રી ; રાજ્યમાં લોકડાઉન નહીં થાય, શાળા કોલેજો અંગે આજે બેઠક યોજાઈ , હોળીના તહેવાર અંગે નિર્ણય લેવામાં આવશે.

Gandhinagar

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા-કોલેજો અંગે આજે નિર્ણય લેવાશે. 2020નું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો, પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખૂબ ઓછા થઈ જતાં લોકો બેફિકર ફરતા જોવા મળી રહ્યા ર્છે. અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવતું નથી.તેથી કોરોનના કેસો વધી રહ્યા છે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે. અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું . મુખ્ય મઁત્રી એ જણાવ્યું હતું કે રાજ્યમાં જેટલા કેસ છે. એના કરતાં 5 ગણાં બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. એ ઉપરાંત શાળા-કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરવામાં આવશે. બીજી તરફ, આગામી સમયમાં આવનારા હોળીના તહેવારની ઉજવણી અંગે હજી પણ સરકાર અસમંજસમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *