રિપોર્ટર. જીતુ પરમાર માંગરોળ
આજ રોજ માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયત ના પ્રમુખઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 11 તેમજ 3 અપક્ષ અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહયા હતા. જેમાં ભાજપે 11 અને 1 અપક્ષ મત સાથે 12 સભ્યો ના મત મળતા ભાજપનો વિજય થયો હતો. ભાજપ માંથી પ્રમુખ તરીકે મુરીબેન જેઠાભાઇ ચુડાસમા અને ઉપ પ્રમુખ તરીકે ઓનશા બાપુશા રફાઈ જાહેર થયા હતા, જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકે ચેતના બેન અશોક ભાઈ ચોચા અને ઉપ્રમુખ તરીકે બાલા નથુ કરમટા ના ફોર્મ ભર્યા હતા જેમાં તેમના કોંગ્રેસના 6 મત મળ્યા હતા. જ્યારે શીલ જિલ્લા પંચાયત માં આવતા 2 અપક્ષ રહ્યા હતા.આ ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મુરી બેન જેઠા ભાઈ ચુડાસમા વિજેતા થયા હતા,જ્યારે ઉપ્રમુખ તરીકે ઓનશા બાપુશા રફાઈ વિજેતા થયા હતા.આમ માંગરોળ તાલુકા પંચાયતમાં 1995 પછી ભાજપે સત્તા હાસિલ કરી છે,અને 1995 બાદ આજે ભાજપે સત્તા હાસિલ કરતા કોંગ્રેસ નો ગઢ તૂટ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખ ની થયા બાદ ભાજપાના નેતાઓ અને કાર્યકરો દ્વારા ઢોલ શરણાઈ અને ડીજે ના તાલ સાથે ફટાકડા ફોડી, પૈસા ઉડાવી વિજય ઉત્સવ કર્યો .