શહેરા નગરપાલિકામાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી.

Panchmahal
રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

શહેરા નગર પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના હોદેદારોની  બિન હરીફ વરણી કરાતા કહી ખુશી તો કહી ગમના દ્ર્શ્યો સર્જાયા હતા. પાલિકાના પ્રમુખ તરીકે ફરી એક વખત ભાજપ પક્ષ એ મહિલાને સ્થાન આપ્યુ છે. જ્યારે પાલિકામાં ચોથી વખત પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. શહેરા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી જય બારોટના અધ્યક્ષ સ્થાને પ્રથમ અઢી વર્ષ માટે  નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ભાજપના મેન્ડેટ મુજબના નામ જાહેર થયા બાદ અને અપક્ષ દ્વારા કોઈપણ સભ્યએ ઉમેદવારી નહીં નોંધાવતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ  વરણી કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જનજાતિની સ્ત્રી અનામત બેઠક હોવાના કારણે વોર્ડ નંબર-૧ ના ચૂંટાયેલા સભ્ય ઉર્મિલાબેન નરેન્દ્રકુમાર નાયકાની પ્રમુખ પદે તો ઉપપ્રમુખ તરીકે હિંમતસિંહ જેસીંગભાઈ પગીની વરણી કરવામાં આવી હતી,જ્યારે પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખની સાથે સાથે કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની પણ વરણી કરાઈ હતી,જેમાં કારોબારી અધ્યક્ષ વિવેક ગિરીશકુમાર પંચાલ, શાસક પક્ષના નેતા તરીકે વિમલકુમાર પરમાનંદ ખુશલાણી અને દંડક તરીકે સુરેશકુમાર કાળુભાઈ બારીયાની પણ  વરણી કરવામાં આવી હતી. આમ  નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય હોદેદારોના નામોની સર્વાનુમતે વરણી કરાતા પાલિકાના સભ્યો, ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ તેમને આવકાર્યા હતા.અને તેઓને અભિનંદન પાઠવ્યુ હતું . આમ નગર પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપુર્ણ સંપન્ન થઈ હતી. જેથી એવું કહી શકાય કે શહેરા નગરપાલિકામાં ભાજપની ભારે બહુમતી હોવાથી ભાજપ પક્ષનો દબદબો જળવાઈ રહ્યો છે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *