રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નસવાડીમાં કોરોના વાયરસ નો એક પણ કેસ નથી હાલ લોકડાઉન ની છૂટછાટ બાદ હજુ લોકો ને વધુ સાવચેત કઈ રીતે કરવા તેવા પ્રયાસો અને લોકો માં વધુ જાગૃતિ તેમના જ ગામના સમાજ ના અગ્રણી ઓ દવારા આવે તે હેતુ થી નસવાડી મામલતદાર દવારા એક અભિયાન શરૂ કરાયો જેમાં નસવાડી ના સમાજ અગ્રણી ઓ ,ધર્મ ગૃરું ,બેન્ક મેનેજર ,વકીલ દવારા નસવાડીના જાહેર ક્ષેત્ર પર લોકોને કોરોના વાયરસ ને લગતી સમજ સાથે સાવચેત કઈ રીતે રહી શકાય જેના સૂચનો કર્યા હતા જેમાં સોશ્યિલ ડિસ્ટન્ટ નો અમલ કરીએ ,માસ્ક ફરજીયાત પેહરીશું ,બિન જરૂરી બહાર ના નીકળવું , હાથ સાબુ થી વારંવાર ધોવા , ઘરમા રહી પરીવાર સાથે સુરક્ષિત રહીએ કોઈ ને મદદરૂપ બનીએ અને બીજા સુધી કોરોના વાયરસ બીમારી થી સાવચેત રેહવા ના સૂચનો પોહચડીશું ની સમજ અપાઈ હતી એકંદરે સૌ સાવચેત રહી સરકાર ની ગાઈડલાઈન નો અમલ કરવા મામલતદાર દવારા જે સૂચનો કરાયા તેને ગ્રામજનોએ અપનાવ્યા છે