રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલક આવક શરૂ થઇ હતી. અંદાજિત 27 હજાર મણથી વધુ આવક થઇ હતી સાથે-સાથે જીરાની પણ મોટા પ્રમાણમાં આવક શરૂ થતા મા.યાડૅ ખાતે વાહનોની લાંબી કતાર લાગી હતી, ધાણામાં અલગ અલગ જેવા કે સ્કૂટર,બદામી ,સિંન્ગરલપેરેટ, ડબલ પેરેન્ટ, જેવી વિવિધ વેરાયટી જોવા મળી હતી, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સમગ્ર ઝાલાવાડમાંથી ખેડૂતો પોતાની ઝણસી લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે, ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં 27 હજાર મણથી વધુ ધાણાની બમ્પર આવકથય હતી, સાથે સાથેમોટા પ્રમાણમાં જીરાની પણ આવક શરૂ થતાં વાહનોની લાંબી કતાર લાગી હતી. રાજ્યમાંથી વેપારીઓ ધાણા અને જીરૂ ખરીદવા માટે હળવદ યાર્ડ ખાતે આવે છે.
હાલમાં ધાણાના ૨૦ કિલોના ભાવ 800 રૂપિયા થી ૧૨૦૦ સુધીના મળ્યા છે, અને ધાણીના ભાવ ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીના મળયાનુ ખેડૂતોમાંથી જાણવા મળ્યું છે. આમ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ખેત પેદાશનો સારો ભાવ મળી રહે તેમજ ખેડૂતોને માલ બગડે નહીં સમય તરત નિકાલ થાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. એ.પી.એમ.સીના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું.