મોરબી: શ્રમિકોના ઝૂંપડાઓમાં લાગેલ આગને હિસાબે તેમના ઉપર આવી પડેલ અણધારી આફતને ઓલવવા દોડી ગઈ રોટરી કલબ ઓફ હળવદ.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ ભાજપના કાર્યકરો સ્ટીલના 35 નંગ પતરા આપીને આ સત્કાર્યમાં સહભાગી બન્યા..

હળવદની જી.આઈ.ડી.સી નજીક મીઠાના કારખાનામાં શ્રમ કરતા શ્રમિકોના ઝુપડાઓ આવેલ છે. જેમાં તાજેતરમાં આકસ્મિક આગ લાગતા જોત જોતામાં સાત ઝૂંપડાઓ ભળભળ બળીને ખાખ થઈ ગયા હતા. થી સાત ઘરમાં વસવાટ કરતા 33 વ્યક્તિઓના ઘરની તમામ ઘરવખરી તેમજ બચત અને આધાર, રેશન જેવા જરૂરી કાગળો પણ આગમાં ભસ્મીભૂત થઈને નાશ પામેલ. બદનસીબે બનાવ દરમિયાન એકેય વ્યક્તિ ઝૂંપડાઓમાં હાજર નહિ હોવાથી એક પણ વસ્તુ બચાવી કે કાઢી શક્યાં ન હતા અને આજ કારણોસર સદનસીબે જાનહાની પણ ટળી હતી. આવી ભયંકર ભભૂકેલી અગન જ્વાળાએ ફાયરબ્રિગેડ પહોંચેએ પહેલાં બધુજ બળીને ભડથું થઈ ગયું હતું. આ ઘટના અંગે સમાચાર મળતાજ રોટરી ક્લબ ઓફ હળવદ તુરંત હરકતમાં આવી વિકટ પરિસ્થિતિમાં આવી ગયેલા દુઃખી,નિરાશ, ચિંતાતુર પરિવારો માટે પુનર્વસન કામગીરી તુરંત હાથ ધરવામાં આવી હતી.

તેમના માટે જીવન જરૂરી સામાન અને રોજિંદા ઉપયોગમાં લેવાની વસ્તુઓ ખરીદીને એકત્ર કરીને સ્થળ ઉપર પહોંચાડવામાં આવી હતી. નવેસરથી ઝુંપડું ઉભું કરવા માટે સિમેન્ટના પોલ, લાકડાની વરીઓ, વાંસડા, ખપાટો, તાલપત્રી લઈ આપવામાં આવી હતી. તેમજ ઓઢવા માટે ચાદરો, પાથરવા કે સુવા માટે ચટાઈ, પહેરવા માટે કપડાઓ, ખાવા માટે અનાજ કરીયાણું, રસોઈ બનાવવા માટે સ્ટીલના રસોડા સેટ, અને જરૂરી અન્ય વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી.

રોટરી પરિવાર હળવદના સભ્યોના આર્થિક સહયોગ અને અનુદાનથી આ તાત્કાલીક જરૂરિયાત વાળું સેવાકાર્ય સફળ થયું હતું. તેમજ સ્ટીલના પતરાં આપવામાં મજનુભાઈ મુલતાણીની આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, રમેશભાઈ ભગત,તપનભાઈ દવે,જગદીશભાઈ દલવાડી,મહેશભાઈ કણઝરીયા,રવિભાઈ પટેલ સહિત સ્થાનિક કાર્યકર કાર્તિકભાઈ ખત્રી અને પાંચાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન અજજુભાઈએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યને સફળ બનાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *