રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક શક્તિ પિઠ જે કે યાત્રાધામ અંબાજીના નામે ઓળખાય છે અને આ શક્તિપિઠ અંબાજીમા આવ નવાર કોઈક ને કોઈક પ્રસંગની ઊજવણી કરવામાં આવતી હોય છે. જગ વિખ્યાત અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે અને પ્રથમ વાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેનામ તરીખે આદિવાસી આશ્રમ શાળાના શિક્ષીકા ડીમ્પલબેન હતા.
કહેવામાં આવે છે કે ” સ્વરછતા ત્યાં પ્રભુતા” અંબાજી મંદિરમાં સફાઈ કરતી બહેનો કે જે દીન રાત મહેનત કરી અને મંદિર અને અંબાજી ગામ ને સ્વરછ રાખે છે. તેવી ઓલ સર્વિસ ગ્લોબલની સફાઈ કરતી બહેનોને અંબાજી મંદિરના ચાચર ચોકમા ગુલાબનું પુષ્પ આપી અને સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ઓલ સર્વિસ ગ્લોબલના તમામ કર્મચારીઓ સુપરવાઇઝરો અને મેનેજર હાજર રહા હતા. ઓલ સર્વિસ ગ્લોબલના મેનેજર વિક્રમભાઈ સરગરાએ જણાવ્યું હતું કે આજ દિવસ સુધી અંબાજીમાં કયારે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી નથી અને હમારે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેકટર સોનલ બેન ચિત્રોડા અને અમદાવાદ શાખાના મેનેજર શોભાબેન આબેટકારએ પણ મહીલા છે અને આજે વિશ્વ મહિલા દિવસ હોઈ તેમણે વિચાર્યુ કે હમારી કંપનીની મહીલા બહેનોનું પણ આજના દિવસે એક અનોખી રીતે સન્માન થવુ જોઈએ.