રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે થોડા દિવસો પહેલા અસામાજિક તત્ત્વો દ્વારા એક નવજાત શિશુને કાંટાળી ઝાળમાં ફેંકી દેવામાં આવ્યું હતું. જેને હાલ જૂનાગઢ ખાતે આવેલ શિશુ મંગલ ગૃહમાં સોંપવામાં આવ્યું.
અમરેલી જિલ્લા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને કલ હમારા યુવા સંગઠનના મહિલા પ્રમુખ કાજલબેન બારૈયા અને કોળી તનાજી સેના ગુજરાત બોટાદના શહેર પ્રમુખ સંદીપભાઈ સોલંકી તથા કોળી તાનાજી સેના ગુજરાત બોટાદ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ચુડાસમા દ્વારા બાળકનું નામકરણ કરવામાં આવ્યું. બાળકનું નામ સત્યજીત રાખવામાં આવ્યું છે.