રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ફળોની મહારાણી કેરીનું બજારમાં આગમન થવાની કેરીના સ્વાદ રસીકો આતુરતાથી રાહ જોતા હોય છે જો કે થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે આગોતરા પાછોતરા કેરીમાં ફાલ લાગવાના કારણે લાંબો સમય બાદ કેરીનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે કેરીની અસંખ્ય વેરાયટીઓ આવે છે. જેમાં સૌરાષ્ટ્રની અને ખાસ કરીને તાલાળાની કેસર કેરી સુપ્રસિદ્ધ છે જો કે કેસર કેરીનો સ્વાદ ચૈત્ર મહીનાથી ચાખવા મળે તેવુ લાગી રહ્યું છે. પણ હાલમાં લાલબાગ તરીકે ઓળખાતી પાકેલ કેરીનું કેશોદની બજારમાં આગમન થયું છે જે પ્રતી કિલો સો રૂપીયાના ભાવે બજારમાં વેચાણ થઈ રહ્યું છે પણ લાલબાગ કેરી કેસર કેરી જેટલી સ્વાદિષ્ટ ન હોવાનુ માનવામાં આવે છે છતાં બજારમાં લાલબાગ કેરીનું આગમન થતાં કેરી સ્વાદ રસીકો ખરીદી કરી રહયા છે.