રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા કેશોદ બાયપાસ પર આવેલી પ્રોફેસર એકેડેમી સંકુલમાં વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક વર્ષ દરમિયાન કોરોના જેવી પરિસ્થિતિ અને વર્ષ દરમિયાન સુધીના 30 જેટલી એક્ટિવિટી સ્પર્ધામાંઓ દરમિયાન 17 જેટલી સ્પર્ધાઓમાંથી 129 વિજેતાઓને શિલ્ડ પ્રમાણપત્ર મોમેન્ટો સાથે તમામને સન્માનની કરી અંતમાં ભોજન કરાવી ગ્રેટી ક્યુટની ભાવના સાથે સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ નિમિત્તે વિશેષ સંગીત સાથે વક્તવ્ય વડીલો યુવાનો મહિલાઓ દ્વારા ઓનલાઇન સ્પર્ધા સહિત યોગા તેમજ નાની નાની બાળાઓ દ્વારા તેમજ ડાન્સ નુત્ય સહિત અલગ-અલગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વડીલો આમંત્રિત મહેમાનો હસ્તે બાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માન પત્ર ઇનામો અને સિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભારત વિકાસ પરિષદ પરિવાર મિલન કાર્યક્રમમાં બહારથી આમંત્રિત મહેમાનો દરેક જ્ઞાતિજનો માતા-પિતાઓ સહિત વિજેતાઓ બાળકો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉ.તન્નાએ જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદની ટીમની સંસ્થા માં જોડાવા તેમજ સાથ સહકાર આપવા જાહેર અપીલ કરવામાં આવી હતી.