નર્મદા જિલ્લામાં ૭૧૩૨ કોલ્સ સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ગુજરાતમાં સફળતા પુર્વક ૬ વર્ષ પુર્ણ કર્યા.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

નર્મદા સહિત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે 181 મહિલા હેલ્પલાઇન ની શરૂઆત થયા બાદ આ ૬ વર્ષમાં નર્મદા જિલ્લામાં આ સેવાને ૭૧૩૨ કોલ્સ મળ્યા જેમાં 2008 કોલમાં તેમની હેલ્પલાઈન વાન ટિમ સાથે સ્થળ પર પહોંચી મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ ,બચાવ , માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યની વિશેષતાએ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પ લાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગૃહ વિભાગ રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન શરુ કરવામાં આવી હતી.માત્ર ૬ વર્ષનાં ટુંકા સમય ગાળામાં ૮,૨૫,૦૮૧ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ , બચાવ , માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે . અને ૧૮૧ એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૧,૭૬,૩૫૯ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૧૫,૯૦૮ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. ૫૦,૪૫૧ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

આ બાબતે જી.વી.કે ઈ.એમ.આર.આઈ ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેમણે ગુજરાત સરકારનો આભાર માનવાની સાથે ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે આ.સેવા પ્રસ્થાપિત થઈ છે. તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું રાજ્ય બનવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *