રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
શક્તિ ભક્તિ અને પ્રકૃતિનાં ત્રિવેણી સંગમ એવા સ્વર્ણ મંદિર શક્તિપીઠ અંબાજી ખાતે દેશ દુનિયાની સામાન્ય પ્રજા થી માંડીને મોટા માથા, રાજનેતાઓ,અભિનય ક્ષેત્રનાં તેમજ નામી અનામી હસ્તીઓ માઁ અંબાનાં ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા જ રહે છે. ત્યારે ગુજરાતનાં વતની એવા નૈનીશા સોની કે જેમણે હાલમા જ ગ્લેમ એન્ડ એલિગન્સ કોન્ટેસ્ટ ૨૦૨૧ને પોતાના નામે કરીને દેશ અને દુનિયામાં ગુજરાત અને દેશનું નામ પણ રોશન કર્યું છે. તેઓ પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માઁ અંબાનાં દરબારમાં શીશ નમાવવા આવી પહોંચ્યા હતા.
વહેલી સવારે અંબાજી ખાતે આવી પહોંચેલા નૈનીશા સોનીએ તેમની ટ્રોફી અને તાજને માઁ નાં ચરણોમાં ધરી, દર્શન અને પૂજા કર્યા બાદ , ભટ્ટજી મહારાજની ગાદી પર પહોંચ્યા હતા અને ભટ્ટજી મહારાજનાં આશીર્વાદ લીધા હતા.
કેપ ટુ પ્રોડક્શન અમદાવાદ અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડનાં સહયોગ થી નેશનલ કક્ષાની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલિગન્સ 2021 ના વિનર બની ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર નૈનીશા સોનીએ માઁ અંબાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને હજુ પણ તેઓ તેમના ક્ષેત્રમાં આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવું મીડિયાને જણાવ્યું હતું.