ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૭૨ કલાકમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૬ પ્રસૂતિ કરાવવામાં આવી..

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

સમગ્ર ગિર સોમનાથમાં 108 એમ્બ્યુલન્સ દર્દી માટે ચિરંજીવી રૂપ સાબિત થઇ રહી છે. છેલ્લા ૭૨ કલાકમાં ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૬ પ્રસૂતિ કરાવવામા આવી છે. જેમા પ્રાંચી ૨, તાલાળા ૧, કોડીનાર ૧, સામતેર ૧ અને ઊનામાં ૨ પ્રસુતિ કરાવવામાં આવી છે. ૧૦૮ના ઈ.એમ.ટીની આવડત થી અને ૧૦૮ ઓફીસના ડોક્ટરની સલાહ મુજબ તે ડીલીવરી સફળતા પૂર્વક હોસ્પિટલ લઈ જતા રસ્તા પર ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ કરાવામાં આવી હતી અને તે માતા અને બાળકને તંદુરસ્ત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમના સગા વહાલાએ ૧૦૮ નો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને માતા અને બાળકનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો અને ૧૦૮ના ઉચ્ચ જિલ્લા અધિકારી જયેશ કારેના અને જિલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *