રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની કબડ્ડીની સ્પ્રધા યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને જેમનું નામ ક્રિકેટના ભગવાન તરીકે અને એક સ્પોટ મેન તરીકે લેવાય તેવા જીતુભાઈ કુહાડા હાજર રહ્યા હતા. ફાઇનલમાં કોડીનાર અને વેરાવળ વચ્ચેની રમતામાં કોડીનાર ચેમ્પિયન થઇ હતી. જેમના ઇનામો જીતુભાઈ કુહાડાના હસ્તે આપવામાં આવ્યા હતા અને જીતુભાઈ કુહાડાએ યુવાનોને જણાવેલ કે આવનાર દિવસોમાં ફરી કબડ્ડી ટુર્નામેન્ટ ડે નાઈટ રમાડવામાં આવશે અને તેનો તમામ ખર્ચો મગરા ક્રિકેટ ક્લબ ઉપાડસે, તે સાંભળીને તમામ સ્પોર્ટ યુવાન તાલિયો થી જીતુભાઈ કુહાડાનું અભિવાદન કર્યું હતું. આ સર્પર્ધાનું આયોજક ત્રિવેદીભાઈ અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.