રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાની કરણેટ વસાહત ખાતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી થતું આંગણવાડીનું તકલાદી બાંધકામ ગ્રામજનો દ્વારા બંધ કરાવાયું.
ડભોઇ તાલુકાની કરણેટ વસાહતમાં સરકારી આંગણવાડીનું બાંધકામ થઈ રહ્યું છે. જેમાં મલાઈ ખાવા વાળા બાબુઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ખાવાની નીતિ અપનાવતા આંગણવાડીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ અને બાંધકામમાં સળિયાનું ઉપયોગ ન કરતા તેમજ ચાલુ સિમેન્ટનો ઉપયોગ લેવાતા કરણેટ વસાહતના ગ્રામજનો દ્વારા આંગણવાડીનું બાંધકામ થંભાવી દેવામાં આવ્યું. સાથે ભ્રષ્ટાચારની તપાસ કરવા ઉગ્ર માંગ કરાઇ હતી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસથી ચાલતા આ આંગણવાડીના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને નબળી કક્ષાનું મટીરીયલ્સ વપરાતું હોય તેમજ બાંધકામમાં એક પણ પિલ્લર કે બીમ નાખવામાં નથી આવ્યો અને અને સળિયાની પણ બાદબાકી કરતા કોન્ટ્રાક્ટરને ગેરરીતિ સામે આવી છે. જ્યારે આવા તકલાદી બાંધકામને લઈને કોઈ દુર્ઘટના બને તો માસૂમ ભૂલકાંઓનો ભોગ લેવાય અને નાના બાળકોનું ભવિષ્ય હોમાય એમાં કોઈ નવાઈ નથી જેને લઈ ગ્રામજનોએ આ આંગણવાડીનું તકલાદી કામ તાત્કાલિક બંધ કરાવ્યું છે. તેમજ ગ્રામજનો દ્વારા આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટ અને તેમાં સંડોવાયેલ અધિકારી સામે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી ઉગ્ર માંગ કરાઇ છે.