રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું ખુબ જ સુંદર રીતે આયોજન થયેલ. જેમાં રાજ્ય અને જિલ્લા સંઘના માર્ગદર્શન મુજબ વિવિધ સેવા અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ કામ કરતા બહેનોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત વિશિષ્ટ પ્રતિભા ધરાવતી દીકરીને દત્તક પણ લેવામાં આવી. કાર્યક્રમનો શુભારંભ બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય અને બહેનોના કંઠે મંગલ મંત્ર ધ્વનિ દ્વારા થયો. કાર્યક્રમની શરૂઆત ભાવસિંહ ભાઈ દ્વારા સંઘના પરિચય દ્વારા થઇ.જિલ્લામાંથી વક્તા તરીકે પધારેલ દિપકભાઈ જોષી દ્વારા માતૃશક્તિ વંદના અંતર્ગત અસરકારક અને પ્રેરણાદાયી વક્તવ્ય રહેલ. તેમના વક્તવ્યમાં સ્ત્રી સશક્તિકરણ અને વિધવા મહિલાઓની સહાય યોજનાઓ અંતર્ગત ખૂબ ધારદાર રજૂઆત કરેલ. ત્યારબાદ શાબ્દિક સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં આરોગ્ય વિભાગ માંથી પ્રતિનિધિ સ્વરૂપ કિંજલબેન રાજા જે લેબ ટેક્નિશિયન છે જે ઘણા સંઘર્ષ બાદ આ વ્યવસાયમાં જોડાયેલ છે. તેમનું અને ચંદ્રિકાબેન ચૌહાણ કે જેઓ આશાવર્કર છે. તેમનું સન્માન કરવામાં આવ્યું. સ્વાધ્યાય પરિવારના પ્રતિનિધિ સ્વરૂપ લીલાબેન મનુભાઈ સોલંકીનું સન્માન થયું. સંરક્ષણ એટલે કે આર્મીના પ્રતિનિધિ સ્વરૂપે જલ્પાબેન બાંભણિયાનુ સન્માન થયું. દત્તક દીકરી અંતર્ગત ગોસાઈ દિયા જે સુંદર ચિત્રો દોરે છે વિકલાંગ બાળક છે તેમના ચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે હમણાં જ તેમને મુખ્યમંત્રી દ્વારા પણ નવાજવામાં આવેલ છે તેમને પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા ઉપાધ્યક્ષ ઇન્દુબા દ્વારા દત્તક લઇ તેમને અને તેમના માતા-પિતાને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ ગીર સોમનાથ જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેનના ઘરના સદસ્ય ધારાબેન મુકેશભાઈ મોરી દ્વારા આમોદ્રા કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ – 8ની વિદ્યાર્થીની સોલંકી સુરભીબેન ને દત્તક લઇ તેમની માતા રમીલાબેનને પણ સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ માતૃવંદના અંતર્ગત મહિલા ઉપાધ્યક્ષ ઇન્દુબા ના માતા સમાન સાસુ મધુબેન ને પણ સન્માનિત કરવામાં આવ્યા કેમ કે તેઓના સહકારથી જ બહેને અત્યાર સુધીની સિદ્ધિઓ હાંસલ કરેલ છે.
ત્યારબાદ રાજ્યકક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ સન્માનિત થયેલા શ્રેષ્ઠ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનવામાં આવેલ ભાવનાબેન સોલંકી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે, ઇન્દુબા ભાલીયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ પ્રતિભાશાળી શિક્ષક તરીકે મીતાબેન સોલંકી, સીમાબેન સોરઠીયા, વંદના બેન પઢીયાર, નીતાબેન ઝાલા, ભૂમિકાબેન આ ઉપરાંત નિવૃત શિક્ષિકા મિનાક્ષી બેનનું પણ સન્માન કરવામાં આવ્યું. સન્માન કાર્યક્રમ બાદ જિલ્લામાંથી પધારેલ મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેન સોલંકી દ્વારા રાજ્યની દત્તક દીકરી યોજના તેમજ મારી શાળા મારુ તીર્થ અંતર્ગત પ્રેરણાદાયી વક્તવ્ય આપેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉના તાલુકા શૈક્ષિક મહાસંઘના સહમંત્રી જિજ્ઞાસા બા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ દરેક બહેનોના શાબ્દિક સન્માન મહિલા ઉપાધ્યક્ષ ઇન્દુબા દ્વારા કરવામાં આવેલ. પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ હર્ષદભાઈ બાંભણિયા, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ બારડ, ભાવસિંહ ભાઇ જાદવ,જયદીપભાઇ મોરી,હરેશભાઈ ગોસ્વામી, નીલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.