રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રિ પૂર્વે અને શનિ રવિ જાહેર રજા અનુસંધાને ભારે ભીડમાં સોમનાથ દર્શનાર્થે આવેલ ગોંડલના ત્રિવેણીબહેન આથરાનું રોકડ રૂપિયા તથા અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ મંદિર દર્શન પથમાં ગુમ થઈ ગયું હતું. જે પડી ગયેલું પર્સ સોમનાથ મંદિર સુરક્ષા ચક્ર જી.આર.ડી જવાન સુનિલ ચાવડા તથા પી.એસ.આઈ પી.વી.સાંખટને મળી આવતા તેમણે તેના મૂળ માલિકને ખરાઇ કરી પ્રમાણિકતાથી સોંપી સોમનાથ મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી ઉપાધ્યાયએ તેઓની આ પ્રામાણિકતાને બિરદાવી હતી.