રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
આજરોજ મદદગાર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સુત્રાપાડા ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરિયાયપટ્ટીમાં રહેલા પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે નિકાલ કરી સુંદર અને સ્વચ્છ કરવામાં આવી,જયાં સ્વચ્છતા છે ત્યાં ઈશ્વરનો વાસ છે,એ યાદ રાખીને સાચા દિલથી સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વયં સક્રિય રહેવાની અને અન્યને પણ પ્રેરિત કરવાની ખાત્રી આપી હતી. અને દરેક લોકોને સ્વછતા જાળવવા અપીલ કરી હતી.