બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
આમ તો સમગ્ર દેશમાં અસંખ્ય સંસ્થાઓ અલગ અલગ પ્રકારના સેવાકાર્યો કરે છે જેમાં અમુક સંસ્થાઓ પોતાની કામગીરી કરતા દેખાવો અને પ્રસિદ્ધિ વધારે મેળવતી જોવા મળે છે તેવામાં નર્મદા જિલ્લામાં લોકડાઉન લાગુ થયું ત્યારે અમુક સંસ્થાઓની સરાહનીય કામગીરી જોવા મળી, જેમાં રાજપીપળાની બર્ક ફાઉન્ડેશન નામની સંસ્થાએ પણ બે વર્ષમાં ખુબજ ઉમદા સેવકાર્યો કર્યા છે. જેમાં સમગ્ર લોકડાઉન દરમિયાન બે ટાઈમ ભોજનનું સરાહનીય કાર્ય કર્યું, લોકડાઉનના 45 દિવસમાં બર્ક ફાઉન્ડેશનએ 38650 લોકોને ભોજન પીરસી જાણે એક રેકોર્ડ કર્યો છે. જોકે 2018 ના વર્ષથી ફેબ્રુઆરી-2021 સુધીના સમયગાળામાં આ સંસ્થા એ ફૂલ-68,906 જેવા વ્યક્તિઓને ભોજન આપ્યું છે તથા અંદાજે 1000 જેવી સ્ત્રીઓને સેનેટરી પેડ,5000 જેવા લોકોને કપડા તથા બ્લેન્કેટ તથા ગરમ કપડાનું વિતરણ તેમજ 500 જેવા લોકોને પગરખાં આપી નર્મદા જિલ્લાના જરૂરિયાતમંદ લોકોની વ્હારે ખડેપગે ઉભા રહી નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવા પહોંચાડી માનવતાની જ્યોત જલાવી છે.