મોરબી: હળવદ જી.આઈ.ડી.સીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સાત ઝુંપડા ભસ્મીભૂત..

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ આગમાં સાત જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જેથી શ્રમિકોની તમામ ઘરવખરી આગમાં નાશ પામી હતી.જી.ઈ.બીના કોન્ટ્રાક્ટરએ ઘાસ સલગાવતા આ આગની દુર્ઘટના બની હતી. અને ગરીબોનો આશરો છીનવાઈ જવાની સાથે મરણમૂડી પણ સ્વાહા થઈ જવા પામી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જી.આઇ.ડી.સી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે, ત્યારે આજે સવારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા. ત્યારે પાછળથી જી.ઇ.બીના કોન્ટ્રાક્ટરે હળવદના જી.આઇ.ડી.સી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા. આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *