જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો

કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં વિનામૂલ્યે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં આંતરડા,લીવર, ચામડીના રોગ, આંખની બિમારી,બાળરોગ, સ્ત્રી રોગ,હાથ પગ સાંધાનાં રોગ સહિતના તમામ પ્રકારના રોગોને તપાસ તથા દવાઓ આપવામા આવી હતી સાથે ડાયાબીટીસચેકઅપ અને હિપેટાઇટિસ બીનું ચેકઅપ કરી આપવામાં આવેલ હતું. જુનાગઢ નાં હરેશ ગૃપ દ્વારા જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આમંત્રીત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી સેવા આપેલ ડોક્ટરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ જ્ઞાતીના બે હજાર જેટલા દર્દીઓએ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા આહિર એક્તા મંચનાં પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને કેશોદ આહિર સમાજના પ્રમુખ કરસનભાઈ બોદરે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *