રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા
તાલાલા ગીર થી ગાંધીનગર જતી એકમાત્ર સ્લીપર એસ.ટી.બસ વારંવાર બ્રેકડાઉન થતી હોય છે. સત્તાવાળાઓ સ્લીપર એસ.ટીને બદલે ડિલક્ષ બસ મોકલતા હોય છે. અમદાવાદ,ગાંધીનગર જતી મુસાફર જનતાને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તાલાલા પંથકની સ્લીપર એસ.ટી બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે.
આ અંગે મુસાફર જનતામાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા ગીર થી ગાંધીનગર એસ.ટી બસ ઓનલાઈન બુકિંગ સેવા બંધ કરી તાલાલાગીર હવે ડિલક્ષ બસ મોકલવામાં આવે છે. જે મુસાફરો માટે અનુકૂળ આવતી નથી કારણ કે ગાંધીનગર જતી સ્લીપર બસ સિવીલ હોસ્પિટલ સુધી જતી હોય છે. દર્દીઓ તથા વિદ્યાર્થીઓને એકદમ અનુકૂળ આવતી હતી માટે જ્યાં સુધી સ્લીપર એસ.ટી બસ શરૂ થાય નહીં ત્યાં સુધી આ રૂટ ઉપર ગુર્જર નગરી બસ ઓનલાઇન સુવિધા સાથે શરૂ કરવી જોઈએ અત્યારે દોડતી ડીલક્ષ એસ.ટી બસ ઓનલાઈન સુવિધા નથી. પરિણામે એસ.ટીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. અને તાલાલા પંથકની મુસાફર જનતા રઝડી રહી છે. ગીર પંથકની મુસાફરી જનતાની પ્રબળ લોક માંગણી પ્રમાણે એસ.ટી સત્તાવાળા તુરંત તપાસ કરી યોગ્ય નિર્ણય કરી આપે તેવી માંગણી ઉઠી છે.