અમરેલી પોલીસે બાબરા તાલુકાના શીરવાણીયા ગામેથી ગેરકાયદેસર અફીણનો રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ ઝડપ્યો.

Amreli Latest
રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા

બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા તાલુકાના શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં થી ગેરકાયદેસર રીતે અફીણનું વાવેતર પકડી પાડ્યું.

બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. પ્રસાદને બાતમી મળેલ કે. (૧) વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તલવાડીયા ઉ.વ.૫૮ (૨) રામજીભાઈ કાનજીભાઈ તલવાડીયા ઉ.વ. ૬૫ (૩) પરસોતમભાઈ કાનજીભાઈ તલવાડીયા ઉ.વ.૪૯ રહે. ત્રણેય શિરવાણીયા, તા બાબરા એ શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાની વાડીઓમાં ગેરકાયદેસર રીતે અફીણનું વાવેતર કરેલ છે જે બાતમી વાળી જગ્યાએ ‌રેઈડ કરતા, ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર રીતે વાવેતર મળી આવેલ હતું. ઉપરોક્ત ત્રણેય વાડીઓના માલિકો વિરુધ્ધ એન.ડી.પી.એસ.એક્ટની કલમ ૧૮(બી) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ત્યારે (૧)વિઠ્ઠલભાઈ કાનજીભાઈ તલવાડીયાની વાડીમાં વાવેતર કરેલ અફીણના છોડના ડોડવા, વજન-૨૬૦.૯૮ કિ.ગ્રા. કિં.રૂ.૨૬,૦૯,૮૦૦ (૨) રામજીભાઈ કાનજીભાઈ તલવાડીયાની વાડીમાં વાવેતર કરેલ અફીણના છોડના ડોડવા, વજન-૨૩.૬૦ કિ.ગ્રા કિં.રૂ.૨.૩૬,૦૦૦ પરસોતમભાઈ કાનજીભાઈ તલવાડીયાની વાડીમાં વાવેતર કરેલ અફીણના લીલા, અર્ધ લીલા ડોડવા, વજન- ૩૯.૨૬૧ કિ.ગ્રા કિં.રૂ.૩.૯૨.૬૧૦ તથા અફીણ વજન-૫૮ ગ્રામ, કિં.રૂ. ૫૮૦૦ અને આ અંગે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલ હોય,તો તે અંગેની પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ઉપરોક્ત વિગતે ત્રણેય વાડીઓ મળી આશરે સવા વિધા ખેતીની જમીનમાંથી કુલ કિં.રૂ. ૩૨,૪૪,૨૧૦ નો અફીણનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *