રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગઇ કાલે બપોર ૩ વાગ્યાની આસપાસ એક બાઇક સવારનું ઉના તાલુકાના લામધાર ગામના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ એમ્બુલન્સના ચાલાકને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની સોનાની નથ જેની અંદાજિત કિંમત ૨૭૦૦૦ હતી અને તે સોનાની નથ એમ્બ્યુલન્સમાં અંદર પડી ગયેલ અને એમ્બ્યુલન્સ સાફ સફાઈ કરતા તે સોનાની નથ મળેલ અને તે સોનાની નથ તેમના સગા સંબંધીને પરત આપી અને દર્દીની સેવા સાથે પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેમના સગા સંબંધી દ્વારા ૧૦૮ના કર્મચારીનો આભાર માનવામાં આવ્યો હતો. જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.