રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું વેકસીનેશન શિસ્તબદ્ધ રીતે અવિરત ચાલી રહ્યું છે. હાલ વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે. તો સાથો સાથ કોરોનાં વોરિયર્સ એવા પત્રકારોને પણ વેકસીન આપવામાં આવશે. આ મુજબની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળતા કોડીનારનાં યુવા અને બાહોશ પત્રકાર રોહિતસિંહ બારડએ આજે કોરોનાં વેકસીન લઈ દાખલો બેસાડ્યો છે. કોડીનાર ખાતે કોરોનાની વેકસીન લઈ તેઓ જિલ્લાનાં પ્રથમ વેકસીન લેનાર પત્રકાર બન્યા છે. તેઓએ પત્રકાર જગતનું ગૌરવ વધાર્યું છે તો સાથે અન્ય પત્રકારો પણ વેકસીન લે તેવી અપીલ કરી રાહબર બન્યા છે.કોડીનાર શહેરમાં વિરાટનગર ખાતે આવેલા વેકસીનેશન સેન્ટર ખાતે આજ સુધીમાં 200 જેટલા નાગરિકોને વેકસીન આપવામાં આવી છે.કોડીનાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પઢીયારના માર્ગદર્શન તળે વેકસીનેટર તરીકે રમીલાબેન વાળા, પ્રજ્ઞાબેન ડોડીયા,હેતલબેન ગોહિલ,ધર્મિષ્ઠાબેન પરમાર ફરજ બજાવે છે તો ડો.જીતેન્દ્રભાઈ કામળિયા અને ડો. શિલ્પાબેન ગોહિલ સતત વેકસીન લેનાર નાગરિકોનું મોનીટરીંગ કરી રહ્યા છે.કોડીનાર શહેરમાં જ્યારથી કોરોનાનું વેકસીનેશન શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને વેકસીનની કોઈ ગંભીર આડ અસર જોવા મળી નથી.આરોગ્ય વિભાગ દ્વારા દરેક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પોતાનો વારો આવે ત્યારે દરેક વ્યક્તિ વેકસીન અચૂક લે.