રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ પોલીસે ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલાને અંગત બાતમીદાર થકી બાતમી મળતા કે લીંગસ્થળી ચોકડી પેટ્રોલ પંપની સામે રોડ પર ઉભેલ હાઈવે ટ્રકમાં બોક્સ બનાવી રેતી નીચે સંતાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે અંગેની ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી સ્થળ પર રેડ કરતાં(૧)સુરેશભાઈ મોતીસિંગ ગાડરિયા ઉ.વ-૨૮ રહે. ખારી તથા (૨)કૈલાશભાઈ વસ્તાભાઇ દુડવે ઉ.વ-૨૭ રહે. સિંદી ને એક સફેદ તથા ભૂરા કલરના હાઈવા ક્લબ નંબર- જી.જે-૧૬- એક્સ -૮૩૦૧માં પાછળના ડાળાના ભાગે બે ગુપ્ત બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો કાચના ક્વાર્ટર મળી કુલ નંગ-૨૬૬૪ કી.રૂ.૭,૪૩,૫૮૦ તથા મોબાઇલ ફોન નં- ૨ કી.રૂ.૬૦૦૦ તથા હાઇવા ટ્રકની કિંમત રૂ.૮, ૫૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૫, ૯૯,૫૮૦ નો મુદ્દામાલ સાથે રંગેહાથે હેરાફેરી કરતા ઝડપી પાડી પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ મુજબનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા.