પંચમહાલ: શહેરા તાલુકામાં જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ત્રણ દિવસની યોગ કાર્ય શિબિર યોજાઇ

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકામાં જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ત્રણ દિવસની યોગ કાર્ય શિબિર યોજાઇ હતી.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ ની ઉપસ્થિતિમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓના ૪૪ તેમજ માધ્યમિક શાળાના ૨૨ શિક્ષકોને અષ્ટાંગ, આસનો તેમજ યોગિક ક્રિયાઓ વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

શહેરા તાલુકાના જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ તેમજ સમગ્ર શિક્ષા અને શહેરાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની ત્રણ દિવસ યોગ કાર્ય શિબિર જૂની પાદરડી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવી હતી. આ યોગ શિબિરમા ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ,, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ડાયટ પ્રાચાર્ય ડૉ.હિતેશ એન.દવે,તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિનોદ પટેલ બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર સહિતનાઓ એ દીપ પ્રાગટ્ય કરીને યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. નિષ્ણાત તજજ્ઞો દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓના ૪૪ તેમજ માધ્યમિક શાળાના ૨૨ શિક્ષકોને અષ્ટાંગ, આસનો, યોગ ઓલમ્પિયાડ, બૌદ્ધિક, પ્રાણાયમ,મુદ્રાઓ, વિશ્વ યોગ દિન પ્રોટોકોલ, યોગિક ક્રિયાઓ વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ એ યોગ શિબિરમાં આવેલા શિક્ષકોને રોજે રોજ સાત મિનિટ કરવાની સાત યૌગિક ક્રિયાઓનું માર્ગદર્શન આપી સૌને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. યોગની તાલીમ લીધા બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમથી તેમના વાલીઓને યોગનું માર્ગદર્શન આપવામાં આવનાર છે. બી.આર.સી કૉ.ઓર્ડીનેટર એ શાળા પરિવારના આયોજનને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. યોગ તાલીમ દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી. આ યોગની તાલીમ મા વિપુલ દરજી , ડાયટ લાયઝન ઉમેશ ચૌહાણ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર દશરથસિંહ પટેલ, જયપાલસિંહ બારીઆ, પગાર કેન્દ્ર આચાર્ય , બીટ કેળવણી નિરીક્ષક પ્રવિણસિંહ રાઠોડ સહિતના ઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *