જૂનાગઢ: કેશોદના ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉનું વાવેતર..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કરેલ છે તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યું છે. પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કરેલ છે. જોઈતા પ્રમાણમાં ઉત્પાદન પણ નબળું રહયુ છે પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડુતો મુશ્કેલી અનુભવી રહયા છે સાથે સામાન્ય ઘઉ કરતા મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધું આપવા પડે છે. જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડુ થાય છે. જેની સામે પુરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ના કરતા હોવાનું ખેડુતો અનુમાન સેવી રહયા છે જેના કારણે આગામી વર્ષોમાં કાળા ઘઉનું વાવેતર નહીવત થાય તેવી શક્યતા સેવાઇ રહીછે ત્યારે કાળા ઘઉનું વાવેતર કરવા ઈચ્છતા ખેડુતોએ કાળા ઘઉનું વાવેતર કરેલ ખેડુતોનો અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *