નર્મદા મૈયાના ખોળામાં ધર્મ સંસ્કૃતિ સંસ્કારોને જીવંત રાખતું સાથે ધર્મની ધજા ફરકાવતું રાષ્ટ્રવાદની પ્રવૃત્તિને વેગ આપતુ ધામ એટલે ગજાનન આશ્રમ માલસર. ગજાનન આશ્રમ ના પૂજ્ય ગુરુજી તથા માતાજી સ્વયં શ્રી ધનકુબેર મહાયજ્ઞની યજમાની કરશે. મહાયજ્ઞમાં વિવિધ પ્રકારની ઔષધિ, દ્રવ્ય, માલપુળા, ગાયનું ઘી, સુવર્ણ, રજત,જડિત, ફળો, મીઠાઈઓ, સુકામેવા, બિલ્લા સહિત અનેક દ્રવ્ય હોમવામા આવશે.
શ્રી ધનકુબેર મહાયજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી રાજકોટ વાળા રહેશે. વૈદિક વિધિથી યજ્ઞ તથા રાજોપચાર પૂજા કરાવશે. મહાયજ્ઞમાં બ્રહ્માજીના સ્થાને શાસ્ત્રી ગોપાલ મહારાજ ભટ્ટ બરોડા વાળા રહેશે. રાજકોટ, બરોડા, સુરત,નવસારી, જૂનાગઢ, વિવિધ ક્ષેત્રોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને યજ્ઞમાં આમંત્રણ આપેલ છે. આવનાર બ્રાહ્મણોને સોના-ચાંદી વસ્ત્રો,રોકડા, રૂપિયા ડોલર,સિલિંગ,દિહરામ વગેરે દક્ષિણામાં આપવામાં આવશે. મહાયજ્ઞમાં આશ્રમના મેનેજર હિંમતભાઈ જોષી તથા સુધીરભાઈ પટેલ મહેમાનોની વ્યવસ્થા સંભાળશે. શાસ્ત્રી ઉદય પ્રસાદ જોષી તથા શાસ્ત્રી ચિરાગ એમ પંડ્યા યજ્ઞશાળાની તૈયારી કરશે. ગીતાજીમાં ભગવાને યજ્ઞનું ખૂબ મહત્વ બતાવ્યું છે. ઇચ્છિત મનોકામનાની પુર્તી માટે યજ્ઞ શ્રેષ્ઠ માધ્યમ છે. સાત્વિકતા,પવિત્રતા, પ્રમાણિકતા તથા વૈદિક વિધિથી કરવામાં આવેલ યજ્ઞો હંમેશા સફળ થાય છે. જમીનમાં દાટેલું તથા અગ્નિમાં હોમેલુ પરમાત્મા અનેક ગણું કરી કર્તા ને પાછું આપે છે.