રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે રાખેલ પાંજરામાં આજે એક દીપડો (નર) પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામની સિમ વિસ્તારમાં રહેતા નથુભાઇ વિક્રમભાઈ પંપાણીયાની વાડીએ પાંજરું રાખેલ હતું. જેમાં આજ વહેલી સવારે ૬;૩૦ ના એક દીપડો[નર] પાંજરે પુરાયાની માહિતી વન વિભાગને મળતા ઘટના સ્થળે સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટર કે.કે.જોશી સાથે બી.બી.નિમ્બાર્ક,ટ્રેકર વિરાભાઈ વગેરે પોહચી પાંજરાનો કબ્જો મેળવી સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે એક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને સલામત રીતે અમરાપુર(ગીર)એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ.દીપડો પકડાયાની ખબર મળતા આ વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.