જૂનાગઢ: કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુતે ડુંગળીનું વાવેતર કરી બિયારણનું સારૂ ઉત્પાદન મેળવવાની આશા..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશોદ તાલુકામાં શિયાળું પાકમાં ઘઉ ચણા ધાણા જીરૂ સહીતનું મોટાભાગે વાવેતર કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નવીનતમ વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવવા કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુત જેન્તીભાઈ વણપરીયાએ પોતાના ખેતરમાં પીળી પતી ડુંગળીનું વાવેતર કરી ડુંગળીના બિયારણનું ઉત્પાદન મેળવી સારા બજાર ભાવ મેળવે છે. તેઓ ડીસેમ્બરની શરૂઆતમાં ડુંગળીનું વાવેતર કરે છે જેમાં પાયામાં રાસાયણિક ખાતર સાથે બેથીત્રણ વખત થીપ્સની દવાના છંટકાવ સિવાય અન્ય માજવત કરવાની રહેતી નથી પણ દર અઠવાડિયે પીયત આપવું પડે છે અંદાજે પાંચ મહીને તૈયાર થતા ડુંગળીના બિયારણના પાકમાં પ્રતીક વિઘે દશથી બાર મણનું ઉત્પાદન થાય છે જેનો પ્રતીમણ ચાર હજારથી છ હજાર સુધીનો બજાર ભાવ મળી રહે છે તેઓ અન્ય ખેત ઉત્પાદન કરતા ડબલથી વધુ વળતર મેળવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *