કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસેથી સ્થાનિક ખેડુત પોતાનું એક્ટીવા લઈ ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન સામેથી પુરઝડપે આવતા એક બાઈક ચાલકે સંતુલન ગુમાવી દેતાં ખેડુતની એક્ટીવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક અથડાતાં ખેડુતની એક્ટીવા સ્લીપ ખાઈ જતાં ખેડુતને પગે નાળાના ભાગે આને શરીર પર સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા ઘભરાઈ ગયેલો બાઈક ચાલાક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાં સ્થળેથી પસાર થતા એક રાહદારીએ તાત્કાલીક ૧૦૮ને ફોન કરતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની જાણ તેનાં પરીવારને કરતાં ઈજાગ્રસ્તના પરિવારજનોએ બાઈક નંબર જી.જે.૧૭.બી.આર.૧૦૧૫ ના અજાણ્યા ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે ફરિયાદના આધારે વધુ તાપસ હાથ ધરી છે.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત..