બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં ભાજપે ૧૬ સીટો સાથે બહુમતીથી વિજય થયો છે,રાજપીપળામાં ભગવો લેહરાયો છે, જેમાં વોર્ડ નં ૧ માં ભાજપના કાજલબેન રામચંદ્ર કાછિયા ૧૦૨૬ મત થી વિજય થયો છે. જ્યારે અપક્ષમાંથી ત્રણ ઉમેદવારો નો વિજય થયો હતો, જેમાં ઇસ્માઇલ ભાઈ , ઉસ્માન ગની મન્સૂરીનો ૧૨૨૩ તથા મંજૂરઇલાહી યુસુફભાઈ સોલંકીનો ૧૦૮૭ તથા સાબેરાબેન રજાકભાઈ શેખનો ૮૫૪ મતોથી વિજય થયો હતો, જ્યારે વોર્ડ નં ૨ માં કોંગ્રેસના ચાર ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં ઉષાબેન જગદિશકુમાર કહાર ૧૨૩૫ મત થી તથા રીચાબેન ભરતભાઈ વસાવાનો ૧૫૦૮ મત થી તથા સુનીલકુમાર ભંગાભાઈ વસાવા ૧૪૮૮ મતથી તથા સુરેશભાઈ માધુભાઈ વસાવા નો ૧૩૬૫ મતથી વિજય થયો હતો. જ્યારે વોર્ડ નં ૩માં ભાજપના ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં મીરાબેન ભવાનીપ્રસાદ ૧૧૨૮ મતથી તથા વૈશાલીબેન પ્રગનેશભાઈ માછી ૧૧૮૫ મતે તથા હેમંતભાઈ નાગજીભાઈ માછી ૧૧૯૫ મતથી વિજય થયા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર તથા માજી પ્રમુખ ભરતભાઇ મધુભાઈ વસાવા ૧૦૭૧ મતથી વિજય થયો છે,વોર્ડ નં ૪ માં ભાજપના ચાર ઉમેદવારો નો વિજય થયો હતો,જેમાં આશિષભાઈ વિનોદભાઈ ડબગર ૯૯૯ મતથી, કાજલબેન પીંકલભાઈ પટેલ ૧૧૮૮ મતે, કિંજલબેન સંજયભાઈ તડવી ૧૧૨૩ મતે અને ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર ૧૨૭૫ મતે વિજય થયા હતા,વોર્ડ નં ૫માં ભાજપમાંથી બે ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં સપનાબેન રમેશભાઈ વસાવા ૮૮૭ મતે વિજય થાય હતા તથા પ્રગનેશકુમાર મહેન્દ્રકુમાર રામી તથા ભાજપના જ ઉમેદવાર જયશ્રીબેન સોલંકી વચ્ચે ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાતા પ્રજ્ઞેશ ભાઈ રામીનો ૮૫૭ મત થી વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં વનીતાબેન કમલભાઈ ચૌહાણ ૮૬૮ તથા શાહેનુરબીબી શાહરૂખખાન પઠાણ ૧૦૫૪ મત થી વિજય થયો હતો. વોર્ડ નં ૬માં ભાજપના ચારે ઉમેદવારો નો વિજય થયો હતો જેમાં કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ ૧૨૮૦ મતથી, ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ ૧૦૬૯ મતથી, નામદેવભાઈ અરવિંદભાઈ દવે ૧૧૬૦ મતથી તથા લીલાબેન સુરેશભાઈ વસાવા ૮૪૩ મતેથી વિજય થયો છે,વોર્ડ નં ૭માં ભાજપમાંથી બે ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં અમીષાબેન ભદ્રેશભાઈ વસાવા ૮૮૯ મતથી, વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ ૭૮૬ મતથી વિજય થાય હતા જ્યારે અપક્ષમાંથી બે ઉમેદવારોનો વિજય થયો હતો જેમાં નીલેશકુમાર નટવરસિંહ આટોદરિયા ૧૧૨૬ મતે તથા મીનાક્ષીબેન નિલેશકુમાર આટોદરિયા ૯૫૯ મતે વિજય થયો છે, રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ માં ૭ વોર્ડ માં ૨૮ બેઠકો માંથી ભાજપે ૧૬ બેઠકો પર વિજેતા થઇ ભગવો લેહરવ્યો હતો , જ્યારે કોંગ્રેસને ૬ બેઠકો થી સંતોષ કરવો પડ્યો હતો અને અપક્ષનો ૬ બેઠકો પર વિજય થયો હતો.