ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત રણોત્સવ એટલે ગુજરાતના અદભૂત કચ્છના રણની સુંદરતા માણવાનો ઉત્સવ. ગુજરાત ટુરીઝમ પ્રવાસન સ્થળોની સાથે સાથે ભારતની વિવિધ કળા અને સંકૃતિ ના દર્શન થાય એવા પ્રયત્નો કરતા હોય છે, રણોત્સવમાં દેશના ખૂણે-ખૂણે થી ફરવા આવનાર પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત સાથે લોકસંગીત, લોક નૃત્ય અને ગુજરાતી સંસ્કૃતિનો લુત્ફ પણ માણી શકે એવું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. પૂનમની રાત જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે એવા સમયે દીવા ક્રિએશન દ્વારા સંચાલિત વિશેષ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગુજરાતના જાણીતા યુવા ગાયિકા જેમના ગીતો વિશ્વભરમાં યુવાઓમાં ખુબ લોક પ્રિય છે એવા સાંત્વની ત્રિવેદીએ એમના અવાજના જાદુ થી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા.અને ખાસ તેઓ એ ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાના તાલે પ્રવાસીઓ જુમવા મજબુર કરી દીધા હતા.ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત આ કાર્યક્રમને જાણીતા હોસ્ટ જેમને પોતાના અવાજ થી પોતાની એક આગવી ઓળખ મેળવી છે એવા જાણીતા હોસ્ટ દિવ્યા ઠક્કર અને દીવા ક્રિએશનએ આ સમગ્ર કાર્યક્રમનું સુદર સચાલન કર્યું.
કોરોનાના કપરા કાળમાં કોવિડના તમામ ગાઈડલાઈનનું પાલન કરીને જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ પ્રેક્ષકોએ સાંત્વની ત્રિવેદીએ તેમના બેન્ડ સાથે અને સાથી કલાકાર રમીઝ મીર સાથે ગુજરાતી – હિન્દી,સુફી તેમજ ખાસ ગરબા ગીતોની રમઝટ માણી.સાથે દીવા ક્રિએશનએ આ વર્ષે સ્થાનિક પ્રતિભાઓને પણ ડાન્સ પર્ફોમન્સમાં સ્થાન આપીને પ્રોત્સાહન મળે તેવું આયોજન કરવામાં આવ્યા.દેશ વિદેશ થી આવેલા પ્રેક્ષકોએ પોતપોતાના સ્થાન પર જ ગીતો પર ઝૂમીને આનંદ માણ્યો હતો.
સાંત્વની ત્રિવેદી હાલ ગુજરાતના ટ્રેન્ડિંગ સિંગરોમાં સ્થાન ધરાવે છે. તેઓ નાની ઉમરમાં ગુજરાતના ટોપ સિંગરમાં અને ખાસ independent singer તરીકે ખુબ ટોચનું સ્થાન મેળવેલ છે ,તેમના ગીતો મિલિયન લોકોએ નિહાળ્યા છે તેમજ તેમની આગવી શૈલી જેમાં ગુજરાતના વિસરાઈ ગયેલા લોક ગીતોને નવા સંગીત સાથે પ્રસ્તુત કરવાની રીત થી લાખો ફેન્સ છે તેમના ગીતોને દર્શકો દ્વારા ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.