કેન્દ્ર સરકારની સુચના મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. તબક્કાવાર સરકારી દવાખાના, તથા ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ અને મલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર,દેલોલ,ડેરોલગામ,જંત્રાલ, સણસોલી ખાતે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણ અંતર્ગત 60 વર્ષ થી ઉપર ના 167 વ્યક્તિ તથા 45 થી 59 વર્ષના 14 કોમોરબીટ વ્યક્તિઓને સફળતા પૂર્વક કોરોનાની રસી આપવામાં આવી હતી. અને કોઇને અત્યાર સુધી આડ અસર થયેલ નથી આ રસી સરકારી દવાખાનામાં વિના મૂલ્યે આપવામાં આવે છે અને સુરક્ષિત છે. હાલ કોરોનાના કેસોની સંખ્યામાં આંશિક વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સામે રક્ષણ માટે વેક્સીન લેવી ખુબ જ જરૂરી છે.