રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
ગુજરાતમાં હાલમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધણી બધી જગ્યાએ તાલુકા ,જીલ્લા પંચાયત, સહીત ઘણી જગ્યાએ નગરપાલિકા ની થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ભાજપનો બહુમતીથી વીજય થયો છે. જેમાં પાલનપુર,ડીસા,ભાભર,નગરપાલિકામાં ભાજપનો ભવ્ય ભગવો લહેરાતા જગ વિખ્યાત અંબાજી ખાતે આવેલ ડી.કે.સર્કલ પાસે અંબાજી ભાજપ મંડળના કાર્યકતાઓએ ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પાર્ટીનો કાર્યકતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આની સાથે જ અંબાજી શહેર ભાજપના પ્રમુખ મરુગેશ ભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હાલમા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા,જીલ્લા પંચાયત, અને નગરપાલિકામાં ભાજપનો બહુમતીથી વિજય થયો છે અને ભાજપનો ભગવો લહેરાયો છે.