રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા
બગસરાના ખારી ગામે તાલુકા પંચાયત સીટમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સિધ્ધી ટક્કર જોવા મળી કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન સતાસીયા 162 મતની લીડથી વિજેતા થયાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે તેવા સમયે બગસરા તાલુકાની 16 સીટ અને જીલ્લા પંચાયતની ૨ સીટમાં મતદાન યોજાયેલ હતું. અને ખારી તાલુકા પંચાયતની ૧ સીટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટકકર ભાજપના ઉમેદવાર રસીલાબેન દેવરાજભાઇ રાંક 647 મત મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન બાબુભાઈ સતાસીયા 809 મત મળ્યા હોય જેથી કોગ્રેસ ઉમેદવાર 162 મતની લીડથી મામલતદાર આઇ.એસ.તલાટ દ્વારા કોગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓમા ખુશી જોવા મળેલ કોંગ્રેસને કરતાઓ દ્વારા ઉમેદવારોના ઠેર ઠેર ફટાકડા ફોડી મો મીઠું કરાવી ને વિજય સરઘસો કાઢી કોગ્રેસ કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો.