પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ..

Godhra Halol Kalol Latest Madhya Gujarat Panchmahal shera

પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી મેળવી હતી.ગોધરા નગરપાલિકામા ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો.

ગોધરા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા- શહેરા નગરપાલિકા માટે આજે કુલ ૯ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પરિણામોમાં શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી જ્યારે ૪ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. જિલ્લા પંચાયતની જિલ્લામાં આવેલી ગોધરા તાલુકામાં આવેલી ૯, કાલોલ તાલુકામાં આવેલી ૦૫, હાલોલ તાલુકામાં આવેલી ૦૫, ઘોઘમ્બા તાલુકામાં આવેલી ૦૬, જાંબુઘોડામાં આવેલી ૦૧, શહેરા તાલુકામાં આવેલી ૦૭ અને મોરવા હડફ તાલુકામાં આવેલી ૦૫ એમ તમામ ૩૮ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ પૈકીની અણિયાદ, દલવાડા, નાંદરવા અને કાનપુરની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ સાથે જ હાથ ધરાયેલ તાલુકા પંચાયતના પરિણામ જોઈએ તો વિવિધ તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો પર ભાજપ, ૦૬ બેઠકો લર અપક્ષ અને ૦૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપે ગોધરા તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૩૩, કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૨, હાલોલ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૩, ઘોઘમ્બા પંચાયતની ૨૬ પૈકી ૨૫, જાબુંઘોડાની તમામ ૧૬ બેઠકો, શહેરા તાલુકા પંચાયતની ૩૦ પૈકીની ૨૮ બેઠકો અને મોરવા હડફ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૧ બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ગોધરા તાલુકા પંચાયતની પોપટપુરા, હાલોલની શિવરાજપુર, શહેરાની વાડી અને મોરવા હડફની સુલીયાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ઘોઘમ્બા તાલુકા પંચાયતની બાકરોલ, શહેરાની મંગલિયાણા, કાલોલ તાલુકા પંચાયતની પલાસા અને વેજલપુર, મોરવા હડફની કુવાઝર અને વનેડા બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ હતી. ગોધરા નગરપાલિકાના પરિણામો જોઈએ તો ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. મત ગણતરી સ્થળ ખાતે ઉમેદવારો મા કહી ખુશી ગમનો માહોલ જોવા મળવા સાથે અમુક ઉમેદવારો જીતના દાવા કરતા તેવા ઉમેદવારોની હાર પણ થઈ હતી. ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં યુવા ઉમેદવારોની પણ જીત થવા સાથે અમુક જૂના જોગીયો ને ઘેર ભેગા થયા હતા. પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *