રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા ડભોઇ નગરપાલિકા ડભોઇ તાલુકા પંચાયત અને ડભોઈ તાલુકામાં આવેલ વડોદરા જિલ્લા પંચાયતની 3 સીટોના પરિણામો જાહેર થયા હતા. ડભોઇ નગરપાલિકામાં નવ વોર્ડમાં ૩૬ બેઠકો આવેલ છે. જેમાં છન્નુ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જ્યારે જિલ્લા પંચાયતની ૪ બેઠકોમાં ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. ડભોઇ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર ૪૯ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. ડભોઇ નગરપાલિકામાં ભાજપની ૨૧ બેઠકો પર જીત થયેલ છે. જ્યારે કોંગ્રેસની ૧૩ બેઠકો પર જીત થયેલ છે અને અપક્ષમાંથી બે બેઠક આવેલ છે. જ્યારે જિલ્લા પંચાયતની ૪ બેઠકો માંથી ૩ પર ભાજપએ જીત મેળવી છે જ્યારે એક બેઠક કોંગ્રેસને મળેલ છે અને ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપને ૧૩ બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે પાંચ બેઠકો પર જીત મેળવી છે અને બે અપક્ષ બેઠક આવેલ છે આમ ડભોઇ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ડભોઇ નગરપાલિકાની નવ વોર્ડની યોજાયેલ ચૂંટણીમાં ૩૬ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં વોર્ડ નંબર એકમાં ભાજપની પેનલની જીત પર છે બીરેન કુમાર શાંતિલાલ શાહ કલ્પેશભાઈ બચુભાઈ તડવી હર્ષાબેન હેમંતકુમાર ચૌહાણ વોર્ડ નંબર બે માં ભાજપની પેનલની જીત થયેલ છે જેમાં રંજનબેન વસાવા સાહેના જ બાનુ ડોક્ટર મનોજ કુમાર પટેલ હિતેશભાઈ પાટણવાડીયાનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ત્રણમાં સલીમભાઈ ઘાંચી અપક્ષમાંથી ચુંટાઈ આવેલ છે જ્યારે ત્રણ બેઠકો કોંગ્રેસે મેળવેલ છે, જેમાં મુમતાજ બાનુ હોટલવાળા, શીતલબેન, પીન્ટુ કુમાર પટેલ અને સમર કુમાર, રાજેન્દ્ર કુમાર શાહની જીત થયેલ છે. વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસની પેનલ આવેલ છે. જેમાં નૂર મોહમ્મદ મોઢાવાળા પરવીન બાનુ મન્સૂરી પુષ્પાબેન સોલંકી અને મકબુલ હુસેન મરઘાવાળાની જીત થયેલ છે.
ડભોઈ નગર પાલિકાના ચૂંટણીના પરિણામ જાહેર થતા જ વિજય સરઘસ નિકળ્યા હતા વોર્ડ નંબર ત્રણ ના નીકળેલા વિજય સરઘસ માં સતત બીજી વખત ચૂંટાયેલા શીતલબેન પટેલ સાથે સમર શાહ અને મુમતાજ બાનુ તસવીરમાં નજરે પડે છે વિજય સરઘસમાં બહેનોએ નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું. ઈન્સેટ તસવીરમાં વોર્ડ નંબર સાત માં સતત પાંચ ટર્મથી જીતતા અપક્ષ ઉમેદવાર એચ વી શાહ દ્રશ્યમાન થાય છે.