મોરબી: હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ૧૬ બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે મતગણતરી હળવદમા યોજાઇ હતી ત્યારે મતગણતરી પહેલી થી જ ભાજપ આગળ ચાલી રહી હતી. ત્યારે તાલુકા પંચાયતની ૨૦ બેઠકોની મતગણતરી પૂર્ણ થતા ભાજપના ૧૬ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૩ બેઠક મળી હતી અને ચરાડવા બેઠક 1 અપક્ષને ફાળે ગઈ હતી. ત્યારે ૧૬ બેઠકો ભાજપને મળતા ફરી વખત તાલુકા પંચાયતના ભાજપનો ભગવો લહેરાયો હતો.

હળવદ તાલુકા પંચાયત અને જિલ્લા તાલુકા પંચાયતની ૧૯ બેઠક અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી આજરોજ હળવદની સરકારી મોડેલ સ્કૂલ ખાતે યોજાઇ હતી. પ્રાંત અધિકારી ગંગાશીગના માગૅદશૅન હેઠળ યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતની 20બેઠકોમાં અને જિલ્લા પંચાયતની 5 બેઠકોમાં પહેલેથી જ મતગણતરીમાં ભાજપ આગળ ચાલી રહ્યું હતું.

ત્યારે ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતની 16 બેઠક ભાજપના ફાળે ગઈ હતી અને 3 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી ૧ બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. ત્યારે હળવદ તાલુકા પંચાયત ફરી વખત ભાજપનો ભગવો લહેરાયો હતો અને હળવદ તાલુકામાં અને જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી 40 બેઠકો ભાજપને મળતા છે એટલે ફરી વખત તાલુકા પંચાયતમા ભાજપનો‌ ભગવો લહેરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *