રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના
સ્થાનિક સ્વરાજની ચુંટણી ઉનામાં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ,આપ અને અપક્ષ મળી તમામ ઉમેદવારે ફ્રોમ ખેંચતા ઉના નગરપાલિકાના 20 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 16 સભ્યનું મતદાન 28 ફેબ્રુઆરી થયેલ જેના પરિણામ આજે સામે આવતા સહુ કોઈ ચોકી ગયા,16 ઉમેદવારોમાં 15 સીટ ભાજપ અને 1 સીટ અપક્ષ ઉમેદવાર જીતતા કોંગ્રેસના ભાગે એક પણ બેઠક હાથમાં આવી ન હતી. ત્યારે ખાસ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ ભાજપને યુવાન ઉમેદવારી આપવામાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અને યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયાને ટિકિટ મળતા તેવો ઉના નગરપાલિકાના સૌથી નાના અને યુવા ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને સૌથી નાના અને સૌથી વધુ 2380 મતથી વિજેતા થતા તેમના મિત્રો સહિત તેમના ભવ્ય વિજયને વધાવી લીધો હતો એમ 36 ઉમેદવારોમાંથી સૌથી વધુ મત લેનાર યુવા અલ્પેશભાઈ બાંભણીયાને લોકોએ હારતોરા સાથે વધાવ્યા હતા.