પંચમહાલ: શેહરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો દબદબો યથાવત..

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ થઈ હતી. જિલ્લા પંચાયતમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીત મળવા સાથે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ ભાજપના ફાળે અને ૧ કોંગ્રેસ તેમજ એક અપક્ષના ૨૪ વર્ષીય યુવા ઉમેદવારની જીત થઈ હતી.

૨૮મી ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકામાં 19 તાલુકા પંચાયત અને ૪ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીઓ યોજાઈ હતી. શહેરા નગરના મોડેલ સ્કૂલ કાંકરી ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ થઈ હતી. સવારથી જ મત ગણતરી સ્થળ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીતની આશા સાથે પોતાના સમર્થકો સાથે ઉમટી પડયા હતા. કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સાથે જ સોસ્યલ ડિસ્ટન્સની પણ જાળવણી રાખવામાં આવી હતી. બપોર સુધી ચાલેલી મતગણતરીના અંતે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો ૧ બેઠક પર અપક્ષનો અને ૧ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપ સમર્થકોએ પોતાના ઉમેદવારની જીત થતાં ફૂલહાર પહેરાવી તેઓની જીતના વધામણાં કર્યા હતા જોકે પોતાના મત વિસ્તારમાં દરેક વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી લોકઅભિવાદન કર્યું હતું.

શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા બેઠક મંગલીયાણા પર ભાજપ ,કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, આ બેઠક પર અપક્ષના 24 વર્ષીય ઉમેદવાર રોહિત પગીની જીત થઈ હતી. આ બેઠક પરના અપક્ષના જીતેલા ઉમેદવારે ભાજપમાં જોડાશે અને મત વિસ્તારનો વિકાસ કરવાની વાત કરી હતી.

શહેરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત ૭ માથી 3 બિન હરીફ થવા સાથે તાલુકા પંચાયત 30 માથી ૧૧ બેઠકોમાં પણ બિન હરીફ થઈ હતી. 19 તાલુકા પંચાયતની બેઠક પરની ચૂંટણીમાં ૧૭ ભાજપને ફાળે આવવા સાથે વાડી બેઠક કોંગ્રેસ અને મંગલિયાણા બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. 4 જિલ્લા પંચાયત ભાજપની જીત થઈ હતી.

શહેરા તાલુકા પંચાયતમા ૩૦ માંથી 28 બેઠક પર ભાજપની જીત થતા ફરીથી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે ૭ જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવીને સાત જેટલા ભાજપના ઉમેદવારો જિલ્લા પંચાયતમાં સભ્ય બન્યા હતા.

શહેરા સાત જિલ્લા પંચાયત માંથી ત્રણ જિલ્લા પંચાયત બિન હરીફ થઈ હતી. જિલ્લા પંચાયત ભાજપ માંથી વિજય થયેલા ઉમેદવારોની યાદી :

બોરીયા ૫- રમીલાબેન જશવંતસિંહ પગી

ધામણોદ 7- દુધાભાઈ ભવનસિંહ બારીયા

સુરેલી 31- કિરણસિંહ સોમસિંહ બારીયા

વાડી 34 – લીલાબેન દિલીપસિંહ સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *