પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ ધમકી આપી હતી.ધમકી સહન ન થતાં ૧૯ વર્ષીય યુવતીએ કૂવામાં જંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનકોએ યુવતીને બચાવી લઈને ૧૦૮ દ્વારા ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.પોલીસે ભાજપની જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ચાર સામે આ મામલે ફરિયાદ નોંધી હતી.

શહેરા તાલુકાની તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧૧ બેઠકો અને જિલ્લા પંચાયતની ૭ બેઠકો પૈકીની ૩ બેઠકો બિનહરીફ થતાં તાલુકા પંચાયતની ૧૯ અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ચુંટણી યોજાઈ ગઈ. કહેવાય છે કે વ્યક્તિ એક વખત સત્તાનો સ્વાદ ચાખી લે ત્યારબાદ સત્તાના સ્વાદને બરકરાર રાખવા માટે ગમે તેવા દાવ પેચ અજમાવવામાં આવતા હોય છે,ત્યારે સત્તાના સ્વાદની વાતને સાર્થક કરતો એક બનાવ શહેરા તાલુકાની ૩૪-વાડી જિલ્લા પંચાયતમાં બનવા બનવા પામ્યો છે. જેમાં તરસંગ ગામના રહેવાસી લીલાબેન દિલીપસિંહ સોલંકી ભાજપમાંથી ૩૪ વાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટણી લડી રહ્યાં હતાં અને તેમાં સમાવિષ્ટ ૨૭-તરસંગ તાલુકા પંચાયત પણ છે. સોમવારના રોજ સવારે પૃથ્વીસિંહ જવાનસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે ચા પી રહ્યા હતા, ત્યારે જિલ્લા પંચાયતના સ્ત્રી ઉમેદવારના પતિ દિલીપસિંહ રૂપસિંહ સોલંકી અને તેના ત્રણ સાગરિતોએ ત્યાં આવી પહોંચી તેઓ ભાજપની વિરુદ્ધ કેમ પ્રચાર કરો છો તેમ કહી બીભત્સ ગાળો બોલવા લાગેલા આ વખતે ત્યાં ઉપસ્થિત ફરીયાદીની ૧૯ વર્ષીય પુત્રી સુમનને પણ ગમે તેમ બોલવા લાગતા તેણીને મનમાં લાગી આવતા તેણીએ પિતાને કહ્યું કે મને શું કામ આમ બોલે છે અને બે ખેતર પછી આવેલા આરોપી દિલીપના ખેતરમાં આવેલા કુવામાં કુદી પડી મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ત્યાં ઉપસ્થિત સુમનના સ્વજનોએ સમયસૂચકતા વાપરી કૂવામાં કુદી સુમનને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઇન્ચાર્જ પી.આઈ. એમ.પી.પંડ્યા તેમજ પોલીસ સ્ટાફે ત્યાં પહોંચી જઇ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી તો ૧૦૮ દ્વારા સુમનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર બાબતે આઈ.પી.સી. કલમ ૫૦૪,૫૦૬(૨) તેમજ ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કસુરવારોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *