રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણીના એજન્ટના ફોર્મ પર સહીઓ કરવા માટે નીકળેલ વ્યક્તિઓ પર નજીકના ગામનાએ સંપ કરીને બબાલ કરીને બોલેરો ગાડીના કાચ તોડી નાખવા સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસે ૧૭ વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી એકટ મુજબનો ગુન્હો નોંધ્યો છે.
શહેરા તાલુકામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણી જગ્યાઓએ નાની મોટી બબાલો થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. શનિવારની રાત્રિએ શહેરા તાલુકાના સાજીવાવ ગામના વેલાળી ફળિયામા રહેતા રમેશભાઈ નાયકા ચૂંટણીના એજન્ટના ફોર્મ ઉપર સહીઓ કરાવવા માટે પગી ગુલાબભાઈ ,મનોજ ડાભી સહિતના વ્યક્તિઓ સાથે આજ ગામના ધાવડિયા ફળિયા પાસે બોલેરો ગાડીમાં પસાર થતા હતા આ વખતે ગાંગડીયા ગામના કિશોર ભાઈ ગુલાબ પગી ,મહેશ પટેલ,અરવિંદ પગી તેમજ રમેશ પગી સહિતના અન્ય વ્યક્તિઓ એક જૂથ બનાવી મોટર સાયકલ પર આવીને તેમને રોકીને બોલાચાલી કરી હતી. સાથે જ તેઓને જાતિ વિષયક અપમાનિત કરી તમારે જ ગામના વોટ જોઈએ છે. અને તમોને જ સત્તા આપી દેવાની છે તદુપરાંતમા બેન સમાણી ગાળો બોલીને ગડદા પાટુનો માર મારવા લાગેલ હતા. લોખંડી પાઇપો અને લાકડી થી બે બોલેરો ગાડીના કાચ તોડીને નુકશાન પહોચાડીને ત્યાંથી જતા રહ્યા હતા. રમેશભાઈ નાયકા, ખાતુભાઈ નાયકા ,જયંતીભાઈ નાયકા સહિતના લોકોને શરીરે માર માર્યો હોવાથી તેઓ એ સરકારી દવાખાનામા સારવાર લીધી હતી. પોલીસ મથક ખાતે રમેશભાઈ નાયકાએ તેઓને જાતિ વિષયક અપમાનિત કરાતા તમામ વિરુદ્ધ એક્ટ્રોસિટી એકટ મુજબની ફરિયાદ નોધાવતા પોલીસે ગાંગડીયા ગામના ૧૭ ઈસમો સામે ફરિયાદ નોંધી હતી. નોંધનીય છે કે ભોગ બનનાર નાયક સમાજના લોકો ભાજપ પ્રેરિત ચૂંટણી સબંધી કામગીરીમાં જોતરાયેલા હતા જ્યારે સામે પક્ષે કોંગ્રેસ અને અપક્ષના માણસો હોવાની માહિતી સાંપડી રહી છે.