વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સિદ્ધેશ્વર હેરિટેજમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાગવતકથાનું પણ આયોજન કરાયું હતું. શ્રીમદ ભાગવતકથાના વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા સંગીત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો તેમની કથામાં તરબોળ થઇ ગયા હતા, વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ભક્તિમાં તરબોળ થઇ જાય છે તેને કોરોના જેવી બીમારી પણ થતી નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેની સાથે ભગવાન છે એને દુનિયાની કોઈ તાકાત કશું પણ કરી શકતી નથી.
